અમરેલીની દીકરી ઋતુ સાવલિયાએ રચ્યો ઇતિહાસ
સમર્થ ક્રિકેટ એકેડેમીની તેજસ્વી ખેલાડી ઋતુ સાવલિયાએ અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમરેલી જિલ્લામાંથી આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ મહિલા ખેલાડી બની છે.અમરેલી જિલ્લાની એકમાત્ર સમર્થ ક્રિકેટ એકેડેમીમાં કોચ મયુર ગોરખિયાના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહેલી ઋતુ આગામી તા. ૨૭ને રોજ ઉદયપુર (રાજસ્થાન) ખાતે ગુજરાત તરફથી રમવા જશે. આ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અને સમર્થ ક્રિકેટ એકેડેમીના સ્થાપક મયુર ગોરખિયા, પ્રમુખ પી.પી. સોજીત્રા, શૈલેષ સંઘાણી, અર્જુન સોજીત્રા અને દાદાબાપુ ચિસ્તીએ ઋતુને શુભેચ્છાઓ પાઠવી હતી.